Home> India
Advertisement
Prev
Next

સચિન પાયલટની થઈ 'ઘર વાપસી' પણ આમ છતાં આ એક વાતનું તેમને ખુબ લાગી આવ્યું છે

રાજસ્થાન વિધાનસભા (Rajasthan) નું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. અશોક ગેહલોત સરકાર પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હાલ તો હટી ગયા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે (sachin pilot) કોંગ્રેસ પ્રત્યે પોતાની નિષ્ઠા જતાવી છે. તેમણે કહ્યું કે હું જનહિતના મુદ્દા હંમેશા ઉઠાવતો રહીશ. મારા માટે ખુરશી કે પદ કોઈ મહત્વ ધરાવતા નથી. 

સચિન પાયલટની થઈ 'ઘર વાપસી' પણ આમ છતાં આ એક વાતનું તેમને ખુબ લાગી આવ્યું છે

જયપુર: રાજસ્થાન વિધાનસભા (Rajasthan) નું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. અશોક ગેહલોત સરકાર પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હાલ તો હટી ગયા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે (sachin pilot) કોંગ્રેસ પ્રત્યે પોતાની નિષ્ઠા જતાવી છે. તેમણે કહ્યું કે હું જનહિતના મુદ્દા હંમેશા ઉઠાવતો રહીશ. મારા માટે ખુરશી કે પદ કોઈ મહત્વ ધરાવતા નથી. 

કોરોના સામે લડત: PM મોદીએ કહ્યું- 72 કલાકના ફોર્મ્યુલા પર ભાર મૂકવાની જરૂર છે

'નિકમ્મા'વાળા નિવેદનથી દુ:ખી
નોંધનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર આક્રમક હુમલા કરતા કહ્યું હતું કે તે ખુબ જ નક્કમો હતો. તે કોઈ કામ કરતો નહતો. બસ હંમેશા મારી સરકાર પાડવાની કોશિશ કરતો હતો. ગેહલોતના આ શરમજનક નિવેદન પર સચિન પાયલટે કહ્યું કે 'તેનાથી હું ખુબ દુ:ખી થયો છું. હું વ્યક્તિગત રીતે અશોક ગેહલોતનું ખુબ સન્માન કરું છું પરંતુ તેમની આ ટિપ્પણી ખુબ નિરાશાજનક છે.' 

કોંગ્રેસ હાઈકમાને સંભાળી સ્થિતિ
અત્રે જણાવવાનું કે સચિન પાયલટે સોમવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ તરફથી એક ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જે સચિન પાયલટની તમામ સમસ્યાઓનું સમાધાન કરશે. 

જુઓ LIVE TV

આ શરતો પર માન્યા સચિન પાયલટ
સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સચિન પાયલટને અંતિમ બે વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેમને અશોક ગેહલોતની જગ્યાએ મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવી શકે છે. જો કે હાલ સચિન પાયલટને ગેહલોત સરકારમાં કોઈ પદ મળવાની શક્યતા જોવા મળી રહી નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More